માનવ કલ્યાણ યોજના
Manav Kalyan Yojana – Gujarat Government
👤 18 થી 60 વર્ષ
💰 ₹6,00,000 સુધી આવક
📱 ઓનલાઈન અરજી
ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના બેરોજગાર, શિક્ષિત અને કુશળ યુવાનોને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને તેમના વ્યવસાય માટે જરૂરી ટૂલકિટ આપવામાં આવે છે. આ યોજના ઈ-કુટિર પોર્ટલ (https://e-kutir.gujarat.gov.in) પર ઓનલાઈન ચલાવવામાં આવે છે.
યોજનાનું નામ
માનવ કલ્યાણ યોજના
ઉંમર મર્યાદા
18 થી 60 વર્ષ
આવક મર્યાદા
₹6,00,000/વાર્ષિક
અરજી પ્રક્રિયા
ઓનલાઈન (e-Kutir)
✅ યોજનાની પાત્રતા (Eligibility Criteria)
- ઉંમર: 18 વર્ષથી 60 વર્ષ સુધી.
- ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ: જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજિયાત છે. 0 થી 16 સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી.
- આવક મર્યાદા: અરજદારના કુટુંબની વાર્ષિક આવક ₹6,00,000 સુધી હોવી જોઈએ. (તાલુકા મામલતદાર / નગરપાલિકા ચીફ ઓફીસર / મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.)
⚠️ અતિ પછાત વર્ગ / વિચરતી અને વિમુકત જાતિઓ: આ જાતિઓ માટે કોઈ આવક મર્યાદા લાગુ પડશે નહીં. ફક્ત જાતિ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે.
📝 અરજદાર માટે માર્ગદર્શિકા (Application Guidelines)
- ઓનલાઈન અરજી: અરજી ફક્ત ઈ-કુટિર પોર્ટલ (https://e-kutir.gujarat.gov.in) પર કરવાની રહેશે.
- VCE સહાય: ગામના VCE દ્વારા પણ અરજી ઓનલાઈન વિના મુલ્યે ભરી આપવામાં આવશે.
- દસ્તાવેજ અપલોડ: તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે.
- ઇ-શ્રમ કાર્ડ: ઇ-શ્રમ કાર્ડ નંબર અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. (જો ન હોય તો ફોર્મમાં આપેલ લિંક પરથી મેળવો.)
- જાતિ પ્રમાણપત્ર: જાતિ પસંદ કરી તેનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે.
- આવક મર્યાદા (અન્ય જાતિઓ): અતિ પછાત સિવાયની જાતિઓએ ₹6 લાખ સુધીની આવકનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે.
- ડ્રાફ્ટ તરીકે સેવ: અરજી સબમિટ નહીં કરે ત્યાં સુધી તે ડ્રાફ્ટ તરીકે સેવ રહેશે.
- નવીન અરજી: જો અરજી GUK કક્ષાએ નામંજૂર થાય તો ફરી નવીન અરજી કરવી પડશે.
- અરજી સ્થિતિ: “એપ્લીકેશન સ્ટેટ્સ” વિભાગમાંથી અરજીની સ્થિતિ જોઈ શકાશે.
- ડ્રો પદ્ધતિ: જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઓનલાઈન ડ્રો કરી લાભાર્થીની પસંદગી કરવામાં આવશે.
- તાલીમ: જરૂરિયાત હોય તો ફોર્મ ભરતી વખતે તાલીમનો વિકલ્પ પસંદ કરી શકાય.
- ઇ-વાઉચર (QR Code): અરજી મંજૂર થયે QR Code સાથેનું ઇ-વાઉચર જનરેટ થશે અને SMS મળશે.
- ઇ-વાઉચર સુરક્ષિત રાખો: ઇ-વાઉચર અને OTP માન્ય ડીલરને જ આપવા, અન્ય કોઈને નહીં.
- ડીલર્સની યાદી: ઇ-કુટિર પોર્ટલ પર ટૂલકિટની મહત્તમ કિંમત અને માન્ય ડીલર્સની યાદી મેળવી શકાશે.
- ટૂલકિટ ખરીદી: ગુજરાતના કોઈપણ માન્ય ડીલર પાસેથી ઇ-વાઉચર રીડીમ કરી ટૂલકિટ ખરીદી શકાશે. (મહત્તમ કિંમતથી વધુ હોય તો વધારાની રકમ ચૂકવવી પડશે.)
- વેરિફિકેશન: ટૂલકિટ ખરીદી બાદ ગ્રીમકો કચેરી અને થર્ડ પાર્ટી એજન્સી દ્વારા ઘરે આવીને વેરિફિકેશન કરવામાં આવશે.
- સાધન ગેરહાજર: વેરિફિકેશન સમયે સાધન જોવા ન મળે અથવા ઉપયોગ ન કરતા હોય તો સાધન પરત લેવામાં આવશે.
- દૂરઉપયોગ: દૂરઉપયોગ માલૂમ પડે તો સહાયની રકમ પરત લેવાશે અને ભવિષ્યની સરકારી યોજનાઓમાં હક્કદાર રહેશો નહીં.
- હેલ્પ ડેસ્ક: મુશ્કેલી હોય તો 9909926280 / 9909926180 પર સંપર્ક કરો.
🧰 મળવાપાત્ર ટૂલકિટ્સ (Available Toolkits)
| ક્રમ | ટૂલકિટનું નામ |
|---|---|
| 1 | 🥛 દૂધ દહીં વેચનાર (Milk & Curd Vendor) |
| 2 | 🧵 ભરતકામ (Embroidery) |
| 3 | 💄 બ્યુટી પાર્લર (Beauty Parlor) |
| 4 | 🍘 પાપડ બનાવટ (Papad Making) |
| 5 | 🚗 વાહન સર્વિસીંગ અને રીપેરીંગ (Vehicle Servicing & Repairing) |
| 6 | 🔧 પ્લમ્બર (Plumber) |
| 7 | 🪚 સેન્ટિંગ કામ (Carpentry / Sanding Work) |
| 8 | ⚡ ઇલેકટ્રીક એપ્લાયૅન્સીસ રીપેરીંગ (Electrical Appliances Repairing) |
| 9 | 🥒 અથાણા બનાવટ (Pickle Making) |
| 10 | 🛞 પંચર કિટ (Puncture Kit) |
📄 જરૂરી દસ્તાવેજો (Required Documents)
- ઉંમરનો પુરાવો (જન્મ દાખલો / શાળા છોડયાનું પ્રમાણપત્ર / આધાર કાર્ડ)
- જાતિ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
- આવકનો દાખલો (₹6,00,000 સુધી – જરૂર પડ્યે)
- રહેઠાણનો પુરાવો (રેશન કાર્ડ / વીજળી બિલ / આધાર કાર્ડ)
- ઇ-શ્રમ કાર્ડ (ફરજિયાત)
- આધાર કાર્ડની નકલ
- બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ
⚠️ સૂચના: અરજદારોએ ફક્ત અસલ દસ્તાવેજોની સ્કેન કરેલી નકલ જ સબમિટ કરવાની રહેશે.
🚀 ઝડપી પ્રક્રિયા (Quick Process)
2️⃣ દસ્તાવેજ અપલોડ
3️⃣ ડ્રો દ્વારા પસંદગી
4️⃣ ઇ-વાઉચર જનરેટ
5️⃣ ડીલર પાસેથી ટૂલકિટ
6️⃣ વેરિફિકેશન
🔄 દિવ્યાંગ & સમાજ કલ્યાણ યોજનાઓની સરખામણી
| યોજના | લાભાર્થી | સહાય | અરજી |
|---|---|---|---|
| માનવ કલ્યાણ યોજના | 18-60 વર્ષ, ₹6 લાખ આવક | ટૂલકિટ | ઓનલાઈન |
| મોટરાઇઝડ ટ્રાયસીકલ & જોયસ્ટીક વ્હીલચેર | 60%+ દિવ્યાંગતા (18+) | ટ્રાયસીકલ / વ્હીલચેર | ઓનલાઈન |
| દિવ્યાંગ લગ્ન સહાય | 40%+ દિવ્યાંગ યુગલો | ₹50,000 – ₹1,00,000 | ઓફલાઈન |
| પાલક માતા-પિતા | 0-18 વર્ષના અનાથ | ₹3,000/માસ | ઓફલાઈન |
📢 WhatsApp Group માં જોડાઓ
સરકારી યોજનાઓ, નોકરીની જાહેરાતો, PDF ન્યૂઝપેપર અને શૈક્ષણિક અપડેટ્સ મેળવો.
આ માહિતી સરકારી સ્રોતો પર આધારિત છે. અધિકૃત વેબસાઇટ https://e-kutir.gujarat.gov.in પરથી તાજેતરના અપડેટ્સ ચકાસો.
